Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમરેલી પોલીસ દ્વારા ફોન ચોરી જનારને ઝડપી લેવાયો

અમરેલી તા. ૧૬ : ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા ૯-૭૧ર ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ઇ-એફઆઇઆર અન્‍વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ગઇ તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરમાં નાગનાથ સર્કલ પાસેથી રોહીતભાઇ વિનુભાઇ મકવાણા, રહે.લાઠી, તા.લાઠી, વાળાના ભાઇનો મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦નો કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ભીડનો લાભ લઇ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ઇ-એફઆઇઆર કરાવેલ હોય, જે ઇ-એફઆઇઆર અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૦૪૭/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ઉપરોકત ગુનાના અજાણ્‍યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૧૪/૦૨/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન અમરેલી, લાઠી રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્‍પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા.

અજય અમૃતભાઇ પાટનવાડીયા, ઉ.વ. ૨૫, રહે.અમરેલી, લાઠી બાયપાસ રોડ સામે કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(3:09 pm IST)