Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મીર બ્રધર્સની દેશભક્‍તિ અને દેવીસ્‍તુતિ : હિન્‍દુસ્‍તાનની સર્વ-ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરવા રાજસ્‍થાની મુસ્‍લિમ પરિવાર સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ફરી વળ્‍યો

સાવરકુંડલા તા.૧૬ : હાલમાં રાજસ્‍થાનનાં બાડમેર જિલ્લાના ખોબા જેવડા ગામ તિલવાડાનાં રહેવાસી આર્થિક રીતે પછાત એવા મુસ્‍લિમ મીર પરિવારનાં ચાર ભાઈઓ સૌરાષ્‍ટ્રનાં  પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત આ મીર બ્રધર્સ સાવરકુંડલા સ્‍થિત સનરાઈઝ સ્‍કૂલની મુલાકાતે આવ્‍યા અને બે દિવસ રોકાઈને ખુમાણ પરિવારની મહેમાનગતિ માણી. આ મીર ભાઈઓએ રાજસ્‍થાની રસોઈ પણ ચખાડી ને કાઠિયાવાડી વાનગીઓનો પણ સ્‍વાદ માણ્‍યો. અત્રે ખાસ વિશિષ્ઠ બાબત એ છે કે, આ મુસ્‍લિમ ભાઈઓ માતાજીના ગરબા અને સ્‍તુતિ એટલી આસ્‍થા અને શ્રદ્ધાથી ગાય છે કે હિંદુ મુસ્‍લિમ તમામ ભેદ ભાંગીને ભુક્કો થઈ જાય છે. આ ઉપરાંત દેશ-ેમનાં ગીતોમાં પાકિસ્‍તાનને લલકારીને કાશ્‍મીર સામે આંખ પણ માંડવા સામે જુસ્‍સા ભેરએ દુશ્‍મન દેશને લલકારીને વીર રસથી ભરપૂર ગીતો સંભળાવે છે ત્‍યારે સાંભળનારના રૂવાડા પણ ઊભાં થઈ જાય છે. વીર યોધ્‍ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભૂત વાતો રોમાંચિત કરી દે છે. આ મીર બ્રધર્સનાં સૌથી મોટાભાઈ નીજામખાં મીર જણાવે છે કે અમે આખો પરિવાર માતાજીના ગરબા ગાઈએ છીએ એટલે અમારા પરિવારમાં એકપણ સભ્‍ય માંસ,મટન,મદિરા કે મચ્‍છીને કયારેય હાથ પણ લગાડ્‍યો નથી.

આ મુસ્‍લિમ મીર ભાઈઓને ગાતા સાંભળવા એ એક લહાવો છે. આપણું હિન્‍દુસ્‍તાન કે જેનો સર્વ ધર્મ સમભાવ મૂળ પાયો છે તેને આવા રાજસ્‍થાની મુસ્‍લિમ પરિવારો વધુને વધુ મજબૂત બનાવે છે.

આ મીર બ્રધર્સની દેશપ્રત્‍યેની ભાવનાને બિરદાવવા કાર્યક્રમમાં અમરેલી ડી.વાય.એસ.પી. એ.જી.ગોહિલ, સાવરકુંડલા ડી.વાય.એસ.પી હરેશ વોરા, સિટી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સાર્થક સોની, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર  સિસોદિયા,માનવ મંદિરના પૂ.ભક્‍તિરામ બાપુ, અનકભાઈ વાળા, સીનયર પત્રકાર દીપકભાઈ પાંધી, પત્રકાર યોગેશ ઉનડકટ સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.તેમ સનરાઈઝ સ્‍કૂલના ટ્રસ્‍ટી  પ્રતાપ ભાઇ ખુમાણ અને હનુભાઈ ખુમાણે જણાવ્‍યું હતું.(

(2:19 pm IST)