Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

બગસરાના જુના ઝાંઝરીયા ગામે માતૃ- પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

શાળાના બાળકો દ્વારા આવેલ પોતાના માતા પિતાને આરતી પૂજા

જુના ઝાંઝરીયા ગામે પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા આવેલ પોતાના માતા પિતાને આરતી પૂજા કરી કાર્યક્રમને વેગ પૂરો પાડ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું

આ તકે ઉપસ્થિત જૂના ઝાંઝરીયા પ્રાથમિક શાળાના આચાર્ય હંસાબેન ટાક સરપંચ મુકેશભાઈ બોરીસાગર એસએમસી અધ્યક્ષ વિપુલભાઈ ક્યાંડા મુખ્ય મહેમાન ડો કનુભાઈ કરકર   દેવચંદભાઈ સાવલિયા પત્રકાર સમીરભાઈ વિરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા શાળાના તમામ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

   
(12:01 am IST)