Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબી જીલ્લા પોલીસ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ : રેંજ આઈજી

વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશમાં મોરબી જીલ્લામાં ૨૨ જેટલી FIR માં ૪૪ આરોપીની ધરપકડ કરી :-વાર્ષિક ઇન્સ્પેકશનમાં પધારેલા રેંજ આઈજીએ પત્રકાર પરિષદ સંબોધી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી: વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરી.

મોરબી જીલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન અન્વયે ૨ દિવસથી મોરબી પધારેલા રેંજ આઈજી અશોકકુમાર યાદવે આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ જીલ્લામાં પોલીસની કામગીરી ઉપરાંત વિવિધ રજૂઆત સંદર્ભે માહિતી આપી હતી

રેંજ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન તેઓએ મોરબી જીલ્લા પોલીસની કામગીરી, પરેડ નિહાળી હતી અને મોરબી પોલીસ તમામ પ્રકારની પ્રેક્ટીસ, સાધનોથી સજ્જ છે અને તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે મોરબી જીલ્લામાં ગુનાખોરી કાબુમાં હોવાનું તેઓએ જણાવ્યું હતું તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશમાં મોરબી જીલ્લામાં ૨૨ જેટલી FIR માં ૪૪ આરોપીની ધરપકડ કરી છે અને પાસા જેવી કડક કાર્યવાહી કરાશે અને ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે તેમજ વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા નાગરિકો પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરી છે
તે ઉપરાંત રેંજ આઈજીએ પોતાની મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસો, પેપરમિલ એસો અને ટ્રાન્સપોર્ટ એસો સહિતના સંગઠનો સાથે પણ મીટીંગ કરી હતી અને વિવિધ મુદે ચર્ચા કરી હોવાની માહિતી આપી હતી મોરબીના ઉદ્યોગોને પગલે અઢીથી ત્રણ લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિક કામ અર્થે મોરબીમાં વસતા હોય જે શ્રમિકોની માહિતી વેરીફીકેશન કામગીરી હાથ ધરવામાં આવશે અને રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો વિવિધ ટ્રાફિક, પાર્કિંગ, અસામાજિક પ્રવૃત્તિ સહિતના મુદે રજૂઆત મળી હોય જે અંગે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી તેમજ પાર્કિંગ જેવા મુદે નગરપાલિકાના અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે
પોલીસ ટીમો સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોય તેવું રેંજ આઈજી જણાવી રહ્યા છે જોકે જીલ્લામાં હત્યા, ચોરી જેવા ગુનાઓમાં વધારો થયો છે તે હકીકત છે તેમજ ટ્રાફિક સમસ્યા મુદે અગાઉ પણ ચર્ચાઓ થઇ છે જોકે કોઈ નિરાકરણ આવ્યું નથી અને ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે

(1:06 am IST)