Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટ રેંજ આઈજીએ વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન મોરબી સબ જેલની મુલાકાત લીધી.

મોરબી : પોલીસ મહાનિર્દેશક અશોકકુમાર યાદવ મોરબી જીલ્લાનું વાર્ષિક પોલીસ ઇન્સ્પેકશન કરવા માટે મોરબી પધાર્યા હોય જ્યાં તેઓએ મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી

રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લા પોલીસનું વાર્ષિક પોલીસ ઇન્સ્પેકશન અંતર્ગત સબ જેલની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ જેલનો વહીવટ, વ્યવસ્થા ઉપરાંત સાફ સફાઈની માહિતી મેળવી હતી અને તમામ કેદીઓની રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું હતું જોકે કોઈ રજૂઆત કે ફરિયાદ કરવામાં અવી ના હોય જેથી રેંજ આઈજીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
જે મુલાકાત દરમીયાન જેલ અધિક્ષક ડી એમ ગોહિલ અને ઇન્ચાર્જ જેલર પી એમ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 am IST)