Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ઉપલેટાના યુવા નગરપતી મયુરભાઇ સુવાએ ડબલ સવારી સાઇકલ ચલાવી વિકાસના કામો અને ગૌશાળાનું નિરીક્ષણ કર્યુ

યુવાનોને પ્રદુષણ મુકત ભારત અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૬ : અહીંના યુવા નગરપતી મયુરભાઇ સુવાએ ગઇકાલે ડબલ સવારી સાઇકલમાં પાછળ પોતાના મિત્રને ડબલ સવારી સાઇકલ ચલાવી શહેરના વિકાસના કામો અને ઠેઠ ભાદર કાંઠે બે કિલોમીટર દુર આવેલી નગરપાલિકા સંચાલીત ગૌ શાળાની મુલાકાત લઇ નિરીક્ષણ કરેલ હતુ.

તેમણે સાકલ ચલાવી પ્રદુષણ મુકત ભારત અને પર્યાવરણ અંગે જાૃતિનો લોકોને ખાસ કરી આજના યુવાનોને પ્રેરણા મળે તેવું સરાહનીય કાર્ય કરેલ છે. તેમજ સાંસ રમેશભાઇ ધડુક, જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઇ ઠુંમર (ભોલે) નરશીભાઇ મુંગલપરા , રમણીકભાઇ લાડાણી સહિતનાઓએ અભિનંદન પાઠવેલ છે.

(11:26 am IST)