Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ટંકારા માસીના ઘરે જઇ રહેલા પડધરીના જયેશ બગડા પર નેકનામ પાસે હુમલો

લઘુશંકાએ ઉભો રહ્યો ત્‍યારે દિગુભા સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૧૬: પડધરીના ગીતાનગરમાં રહેતાં જયેશ સુરેશભાઇ બગડા (ઉ.૩૪)ને સાંજે આઠેક વાગ્‍યે નેકનામમાં પેટ્રોલ પંપ પાસે હતો ત્‍યારે ઢીકાપાટુ અને ધોકાનો માર મારવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. જયેશે પોલીસની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર દિગુભા અને અજાણ્‍યાએ હુમલો કર્યાનું જણાવ્‍યું હતું. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેના સગાએ જણાવ્‍યું હતું કે જયેશ છુટક મજૂરી કરે છે. તે ટંકારા માસીના ઘરે જવા નીકળ્‍યો અને નેકનામ પાસે લઘુશંકા કરવા ઉભો રહ્યો ત્‍યારે હુમલો થયો હતો. તેની પાસેથી ચેઇન પણ પડાવી લેવાયાનો આક્ષેપ કરાયો હતો.

(11:30 am IST)