Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ખંભાળિયા-ભાણવડ પંથકમાં લાખોના વીજ બીલો અપાયા

૭૧ વિજ જોડાણોમાં ગેરરીતિ

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા તથા ભાણવડ વિસ્‍તારમાં ગઇકાલે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ પી.જી.વી.સી.એલ.ની રાખવામાં આવી હતી.ખંભાળીયા તાલુકાના સલાયા તથા આસપાસના વિસ્‍તારોના ગામો તથા ભાણવડના નવાગામ, સેવક દેવળીયા, જામ રોજીવાડા સહિતના ગામોમાં કુલ ૪ર૭ વીજ કનેકશનો ચેક કરાતા તેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરીતિ જણાતા ર૩.૯૦ લાખના પુરવણી બીલ આપીને દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવી હતી.પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ ટુકડીઓ સાથે એસ.આર.પી. સ્‍થાનિક પોલીસ તથા ઇજનેરો પણ જોડાયા હતા.

(11:55 am IST)