Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢનાં પ્રો.પી.બી.ઉનડકટને શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરિક પ્રતિભા એવોર્ડ અપાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬ ઃ સમગ્ર વિશ્વના રઘુવંશીઓની ટોચની માતૃસંસ્થાનુ આંતરરાષ્ટ્રીય અધિવેશન તા.૧૭થી૧૯ જુન ત્રણ દિવસ માટે નાશિક મુકામે મળશે. તેમાં વિવિધ કેટેગરીના એવોર્ડ દેશના અને વિદેશના જ્ઞાતિ રત્નોને અર્પણ થશે. તા.૧૮જુનના રોજ જુનાગઢના જાણીતા સમાજ સેવક અને જુનાગઢનાં ભવ્ય જલારામભકિતધામના સફળ સ્વપ્નદ્રષ્ટા પ્રોપી.બી.ઉનડકટને 'શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરિક પ્રતિભા એવોર્ડ' અર્પણ કરીને બહુમાન અપાશે

તેઓની જ્ઞાતિકિય, સામાજિક, ધાર્મિક, સહકારી એવી અનેકવિધ પ્રવૃત્ત્િઓની ઝલક, તેમના પૂર્વ અને વર્તમાન પ્રકલ્પોની રૃપરેખા, વિવિધ સંસ્થાઓએ આપેલા સન્માનપત્રો અને એવોર્ડ, તેમના હસ્તે થયેલાં લોકાર્પણ અને દિપપ્રાગટય, તેમના વિવિધ પ્રકાશનો, મહાનુભાવો તરફથી મળેલા પ્રોત્સાહનપ્રેરક પત્રો, તેમના અંગે અખબારોએ રચેલી સ્ટોરીઓ વગેરેની વિસ્તૃત નોંધ લઇ મહાપરિષદે શોર્ટ વિડિયો તૈયાર કર્યો છે

જુનાગઢના ડે. મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા,મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ શ્રી કૃષ્ણકાંતભાઈ રૃપારેલિયા, ઝોન સેક્રેટરી શ્રી યતિનભાઈ કારીયા, છાત્રાલય સમિતિના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ ઉનડકટ વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જલારામ પરિવારના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, માધવ ક્રેડીટ કો. સોસા.ના ડીરેકટરો અને વિશાળ શુભેચ્છક સમૂદાય રાજીપો વ્યકત કરી, અવિરત અઢળક અભિનંદનના ધોધ વરસાવી રહ્યા છે.

(1:07 pm IST)