Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સાવરકુંડલા : સૌરાષ્‍ટ્ર સિપાહી સમાજ ટ્રસ્‍ટીની કામગિરીથી સિપાહી સમાજ ખુશ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૬ : સૌરાષ્ટ્‌ સિપાહી સમાજ ટ્રસ્‍ટ ની સિપાહી સમાજ ને લગતી કામગીરી સુંદર હોવા થી સિપાહી સમાજ માં સંતોષ હોવા નું  જાણવા મળેલ છે

  સિપાહી સમાજ ટ્રસ્‍ટ ના પ્રમુખ ડોક્‍ટર અવેશ ભાઈ ચૌહાણ દ્વારા સિપાહી સમાજ ને લાગતી    વિવિધ પ્રકાર ની કામગીરીમાં યતી મ. તથા ત્‍યકતા વિધાર્થી ઓ ને સ્‍કોલરશીપ સમાજ ના ગરીબ વિધાર્થી ઓ ને સ્‍કોલશિપ. વિધવા બહેનો ને સહાય ઉચ્‍ચ અભ્‍યાસ કરતા વિધાર્થી ઓ નો સન્‍માન સમારોહ .સરકારી નોકરી મેળવનાર યુવાનો નો સન્‍માન સમારોહ.કારદીકી.માર્ગદર્શન સેમિનાર અને વેબીનાર  જીવન સાથી પરિચય સમારોહ એજ્‍યુકેશન માર્ગદશન સિપાહી સમાજ માસિક ન્‍યૂઝ પેપર અને મેડીકલ  કેમ્‍પ વિગેરે પ્રકાર ની સિપાહી સમાજ ને લાગતી સુંદર અને પ્રસંશનીય  કામ ગિરી કરવા માં આવેછે  સિપાહી સમાજ ટ્રસ્‍ટ ના પ્રમુખ અવેશભાઈ ચૌહાણ અને તેમની ટિમ દ્વારા સિપાહી સમાજ ટ્રસ્‍ટ  ગુજરાત દ્વારા નવેમ્‍બર મહિના માં વિધવા સહાય યોજના ની જાહેરાત કર્યા બાદ તારીખ ૨/ ૪/ ૨૦૨૨ નારોજ ૧૬૩ બહેનો ના ( દરેક ના) બેંક એકાઉન્‍ટ માં ૧૦૧૦ / જમા કરવા માં આવ્‍યા બાદ ફરી બીજા ૬૨ મહેનો ના ખાતા માં તારીખ ૨૭/ ૪ / ૨૦૨૨ નારોજ રૂપિયા ૧૦૧૦ જમા કરવા માં આવ્‍યા  આસાથે વિધવા બહેનો ના નામ ની પી ડી એફ પણ જોડેલ છે આમ સિપાહી સમજ ટ્રસ્‍ટ દ્વારા આજ સુધી ૨૨૫ બહેનો ને રૂપિયા ૨- ૨૭- ૨૫૦ / વિધવા સહાય પેટે ચૂકવી દેવા માં આવ્‍યા છે જેમાં એસ એસ ટી દ્વારા જે સહાય કરવા માં આવેલ છે તેમ પોરબંદર ૧૧. રાણાવાવ ૫. જામનગર ૧૪. જામખાંભાળિયા ૧. ભાવનગર ૬૪. મહુવા ૨. ધોળા જંકશન ૧.લીમડા હનુભા નું ૧. પાલીતાણા ૧.શિહોર ૪. તળાજા ૨. ગારીયાધાર ૧. ઉમણિયાવાદર ૧. રાજકોટ ૧૭. જસદણ ૨. જેતપુર ૨. નવગઢ ૧. ધોરાજી ૬. ગોંડલ ૫. ધ્રાગધ્રા ૪. ચોટીલા ૧. સુરેન્‍દ્રનગર ૧૮. વઢવાણ ૧. દસાડા ૧. ધારી ૧.વાડિયા ૨.અમરેલી ૮. સાવરકુંડલા ૨૧. ખાંભા ૨. રાજુલા ૧. બોટાદ ૨. ચુડા ૨. રાણપુર ૧. નાના ઉમરડા ૧. વિરમગામ ૧૮.એમ કુલ ૨૨૬ વ્‍યકતિ ઓ ને સહાય ચૂકવા માં આવેલ છે   એસ એસ ટી દ્વારા સિપાહી સમાજ ને લાગતી સહાય શિક્ષણ સહાય વિધવા સહાય વિવિધ પ્રકાર ના કેમ્‍પો આયોજન વિગેરે સુંદર અને સરાહનીય કર્યો થતા હોવા થી સિપાહી સમાજ ખૂબ જ ખુશ છે અને એસ એસ ટી ટ્રસ્‍ટ ને સિપાહી બિરાદરો ખુલ્લા હાથે સહાય આપે છે.

(1:33 pm IST)