Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોદીએ ભાજપા જુનાગઢ પ્રમુખ શર્માના સેવાકીય કાર્યોની નોંધ લીધી

જુનાગઢ, તા., ૧૬: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સોસિયલ પ્લેટફોર્મ દ્વારા એક સર્વે અનુસાર સમગ્ર દેશમાં ટોપ સેવા સ્ટાર વિનર્સ ની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમનાં નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.

અને આ ગૌરવશાળી સ્થાન આ વખતે  સહજ સ્વભાવ ધરાવતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માનુંઙ્ગ નામ એનાઉન્સ થયું છે ત્યારે જુનાગઢ મહાનગર માં એક આનંદ ની લાગણી પ્રસરી ગઇ છે.

કોવિડના ભયંકર સમયની વાત કરીએ તો ત્યારે પણ આ વ્યકિત એ પોતાના જીવની કે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર અનેક લોકોની જિંદગી બચાવી છે.

કોવિડ પોઝિટિવ દર્દીઓ ની હાલત ગંભીર હોય તો પણ તેમનો હાથ ઝાલીને સારવાર કરાવતાં લોકોએ જોયાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે તાત્કાલિક આઇસોલેશન સેન્ટર ઉભું કરી ત્યાં પણ ૨૫૦ થી પણ વધું દર્દીઓ ને આ ભયંકર બિમારી માંથી ઉગાર્યા છે. તોકતે વાવાઝોડા ની દિવ દરીયા કિનારે થી શરૃઆત થઈ અને તેનાં થોડાં કલાકોમાં જ જુનાગઢથી ઉના તાલુકાના ગામડાઓમાં સહાય આપવા માટે નિકળી જાય અને ત્યાની ભયંકર પરિસ્થિતિ જોઇને પુનિતભાઇનુ હ્રદય દ્રવી ઉઠ્યું હતું.

કોઈ પણ જ્ઞાતિ જાતિ નાં ભેદભાવ વગર હંમેશા દરેક વ્યકિત ને મદદરૃપ થવું તે જેમનો જીવનમંત્ર છે તેવાં પુનિતભાઇ શર્માનાં સન્માન ને સ્વામી નારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ નાં કોઠારી સ્વામી પ્રેમસ્વરૃપદાસ સ્વામી શ્રી પીપી સ્વામી, અક્ષરમંદિરના સંતો, પરમ વંદનીય સંત મુકતાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથબાપુ, ભવનાથ મહાદેવ મહંત  મહાદેવગીરી બાપુ, જયશ્રીકાનંદજી માતાજી, તનસુખગીરી બાપુ તથા સર્વે વંદનીય સંતો મહંતો અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં મહામંત્રી  સંજયભાઈ મણવર ભરતભાઈ શીંગાળા શૈલેષભાઈ દવે મેયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  હરેશભાઈ પરસાણા શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીમ્ભા દંડક  અરવિંદભાઈ ભલાણી સંગઠન નાં હોદેદારો મોરચાના પ્રમુખ મહામંત્રીઓ દરેક સેલનાં કન્વિનર સહકન્વિનરશ્રીઓ તથા મિડિયા વિભાગનાં હોદેદારો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વેપારી ઓ સેવાકીય સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ પત્રકાર મિત્રો તથા જુનાગઢ મહાનગરનાં નાગરિકોએ સેવાનાં ભેખધારી પુનિતભાઇ શર્માને આશિર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(2:42 pm IST)