Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો:ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા

ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘા મહેર વર્ષી હતી. ધોરાજી પંથકમાં વરસાદે જોરદાર જમાવટ કરી હતી. ધીમી ધારે ખાબકેલા મેઘરાજાએ મન મૂકીને વ્હાલ વરસાવતા એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની અવિરત બેટિંગને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા. 

(9:39 pm IST)