Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબીમાં કોરોનાના વધુ બે કેસ :એક્ટીવ કેસનો આંક ૦૫ પર પહોંચ્યો.

તાલુકાના ૫૭ વર્ષના મહિલા અને ૪૪ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ: મહિલા અયોધ્યા અને વારાણસી તેમજ પુરુષ આણંદ જીલ્લાથી પરત ફર્યા હતા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે નવા કેસોની એન્ટ્રી થઇ રહી છે જેમાં ગઈકાલે ગ્રામ્ય પંથકમાં નવા બે કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાના નવા બે કેસો નોંધાયા છે જેથી કુલ એક્ટીવ કેસની સંખ્યા ૦૫ થવા પામી છે મોરબી તાલુકાના ૫૭ વર્ષના મહિલા અને ૪૪ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે મહિલા અયોધ્યા અને વારાણસી તેમજ પુરુષ આણંદ જીલ્લાથી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ બંને દર્દીની તબિયત સારી હોવાનું અને હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

(10:23 pm IST)