Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

માળીયાના ચાર રોડ મંજૂર થતા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર માનતા જિલ્લા ભાજપ મહામંત્રી.

વવાણિયાથી- બગસરા, જાજાસરથી -દેવગઢ, દેવગઢથી- માળીયા, જાજાસરથી -બગસરા એમ આ ચારેય માર્ગો રૂ.105 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા

મોરબી :  મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ  મેરજાના હકારાત્મક પ્રયાસોથી સરકાર દ્વારા માળીયા તાલુકાના વવાણિયાથી- બગસરા, જાજાસરથી -દેવગઢ, દેવગઢથી- માળીયા, જાજાસરથી -બગસરા એમ આ ચારેય માર્ગો રૂ.105 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા.આ રોડ મંજૂર થતા ગામલોકોમાં આંનદની લાગણી વ્યાપી ગઈ છે. ઘણા સમયથી આ રોડને નવા બનાવવાની માંગ આખરે સાકાર થતા વવાણીયા ગામના અગ્રણી અને જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા તેમજ વવાણીયા સરપંચ રાજાભાઈએ રાજયમંત્રી બ્રિજેશભાઈ  મેરજા અને સરકારનો આભાર માન્યો છે.

(10:32 pm IST)