Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જોડીયા પંથકમાં કેનાલના કામોને લઇને ખેડૂતો દ્વારા અર્ધનગ્ન થઇ અનોખો વિરોધ

બે થી ત્રણ વર્ષથી કામ અધુરૂઃ વ્યાપક ગેરરીતી થયાનો ખેડૂતોનો આક્ષેપઃ કામ પૂર્ણ કરવા માંગણી

જોડિયા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં અધૂરા કેનાલના કામો ને લઈને ખેડૂતો ની ધીરજ ખૂટી છે અને અનેક રજૂઆત છતાં હજી સુધી કેનાલના કામો અધૂરાં રહી જતાં ખેતરો સુધી પાણી નથી પહોંચ્યા જેને લઇને અર્ધનગ્ન થઈ ખેડૂતોએ કેનાલમાં જ વિરોધ કરી સરકારની આ કરવા પ્રયત્ન કર્યો છે. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૬ : જામનગરના જોડિયા પંથકમાં વર્ષોથી કેનાલના અટકી પડેલા કામને લઈને ખેડૂતો એ અનોખો વિરોધ કર્યો છે. જોડિયા પંથકના લીંબુડા અને આસપાસના ગામોના ખેડૂતોએ અર્ધનગ્ન થઇને અધૂરી કેનાલમાં જઈને જ વિરોધ વ્યક્ત કર્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા પંથકના ઊંડ-૧ ડેમની ૧૦,૯૪૦ હેકટર જમીન ને જોડતી કેનાલ કે, જે લીપ ઇરીગેશનની ડાબા કાંઠાની ૬ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ૧૭.૮ કિલોમીટર બનાવવામાં આવી રહી હતી. જેમાં ૩૨ અને ૩૪ નંબરની માઇનોર કેનાલ નું કામ છેલ્લા બે થી ત્રણ વર્ષથી અધૂરું પડ્યું છે. અધૂરા કામ થયેલા કેનાલમાં પણ હાલ ગાંડા બાવળ અને દ્યાસ ઊંગી નિકળ્યું છે. આ ઉંપરાંત ૩૧ નંબરની સબ કેનાલનું કામ પણ નબળું કર્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કરી વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય જેથી અત્યાર સુધી પાણી જ નથી આવ્યું તેમ ખેડૂતોએ જણાવ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી અધૂરા અને કેનાલના નબળા કામ ને લઈને જોડિયા પંથકના લીંબુડા, નેસડા, વાવડી અને હડિયાણા ના ૪૦૦ જેટલા ખેડૂતોની  અંદાજીત ૨૫૦૦ વીદ્યા જેટલી ખેતીને કેનાલનું કામ અધૂરું રહી જતા પાણી નથી મળી રહ્યું. વગર પાણીએ ખેડૂતો કંટાળી રહ્યા છે.
અનેક વખત રજુઆતો કરાયા બાદ પણ કેનાલના નબળા અને અધૂરા કામો ને લઈને કોઈ જ કાર્યવાહી થઇ નથી. જેથી રાજયના કેબિનેટ કૃષિમંત્રી રાદ્યવજી પટેલના હોમટાઉંન ગણાતા ધ્રોલ જોડિયા પંથક માં જ અર્ધનગ્ન થઈ ખેડૂતો રોષ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. અને સ્થાનિક તંત્ર અને સરકાર સમક્ષ તાત્કાલિક કેનાલનું કામ પૂરું કરવા માગણી કરી રહ્યા છે.

 

(11:01 am IST)