Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ભાવનગરના લોંગડી ગામે રિક્ષાની અડફેટે મહિલાનું મોત

ભાવનગર તા.૧૬: મહુવા તાલુકાના લોંગડી ગામે રહેતા કૈલાસબેન હિંમતભાઇ બારૈયા ગામમાંથી શાકભાજી લઇ પોતાના દ્યરે જઇ રહ્યા હતા તે વેળાએ છકડો રિક્ષાના ચાલક બાબુભાઇ નાગજીભાઇ પરમારે પોતાની રિક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કૈલાસબેનને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચતા દ્યટના સ્થળે જ તેમીનું કરૂણ મોત નિપજયું હતું . જયારે અકસ્માત સર્જી છકડો રિક્ષા ચાલક નાસી છુટ્યો હતો . આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે .

બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

તળાજાના રેલ્વે સ્ટેશન નજીક રહેતા પરેશભાઇ પરશોતમભાઇ મકવાણા ( ઉ.વ .૩૯ ) નામનો યુવાન ગોપનાથ ખાતેથી પ્લમ્બીંગનું કામ કરી દ્યર તરફ સાંજના સુમારે પોતાની બાઇક ઉપર તળાજા આવી રહ્યો હતો તે વેળાએ પીથલપુર ગોપનાથ રોડ ઉપર આવેલ ગજ્જાનન હોટલ પાસે રસ્તા પર ઝાડની ડાળીઓ આડેધડ પડી હતી જેની સાથે બાઇક અથડાતા , બાઇક સ્લીપ થઇ જતા પરેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું . ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે . બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

(11:02 am IST)