Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ચોટીલા તાલુકામાં ૨૩ દિ' સુધી ધો. ૮ના વિદ્યાર્થીઓ પુસ્તક વગર ગુજરાતી ભણ્યા

આ છે ભણશે ગુજરાત ! ચાર દિવસ પહેલા પુસ્તકો આવ્યા છતાં દરેક વિદ્યાર્થી સુધી નથી પહોંચ્યા

ચોટીલા,તા.૧૬ : ચોટીલા વિસ્તારમાં પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન પછી બીજુ સત્ર શરૂ થયાને એકાદ મહિના જેટલો સમય થવા આવ્યો છતાં ધોરણ ૮ નું ગુજરાતીનું પુસ્તક હજુ બાળકો સુધી નથી પહોચ્યું!

ગત ૨૨ મી નવેમ્બર થી સરકારી શાળામાં અભ્યાસ શરૂ થયો છે તેમ છતા ચોટીલા તાલુકાની ૯૩ જેટલી શાળાઓમાં ૬ થી ૮ નો અભ્યાસ ક્રમ ચાલે છે જેમા ધોરણ ૮માં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નવા સત્ર નો શાળાઓમાં અભ્યાસ શરૂ થયાને આટલા દિવસ થયા પરંતું ગુજરાતી ભાષાનું પુસ્તક હજુ સુધી અનેક શાળામાં પહોચ્યું નથી

આ અંગે તપાસ કરતા જાણવા મળેલ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૮ ના પુસ્તકો આવ્યા તેમા ગુજરાતી નું પુસ્તક જ આવ્યુ નોહતુ કેટલીક શાળાઓમાં શિક્ષકો ઓન લાઇન પુસ્તક ના આધારે વિષય ભણાવતા ! ત્યારે પુસ્તક વગર નું ભણતર કેવું હશે? તે આશ્ર્ચર્ય જનક સવાલ ઉઠે છે.

૪ દિવસ પહેલાજ ધો. ૮ ની ગુજરાતી પુસ્તકનો જથ્થો સરકારે ફાળવ્યા છે , વિતરણ શરૂ કરાયું છે, વહેલી તકે બધે પોહચી જશેઃ દેવથળા (ટીપીઇઓ)

ચોટીલા તાલુકા શિક્ષણાધિકારી વી. ડી. દેવથળા ને ધો. ૮ નું ગુજરાતી નું પુસ્તક નથી? તેમ પુછતા તેમણે જણાવ્યું કે ચાર દિવસ પહેલાજ સરકાર માંથી અમોને જથ્થો પ્રાપ્ત થયો છે, વિતરણ શરૂ કરેલ છે વહેલી તકે તાલુકાના તમામ વિધ્યાર્થીઓ સુધી પોહચી જશે.

(1:11 pm IST)