Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબીમાં ગાળો બોલવા પ્રશ્ને ત્રણ યુવાનો ઉપર છરીથી હુમલો : બાઇકમાં તોડફોડ કરી

ઇમરાન ઝેડા, બાબુ સંધી, મકબુલ સંધી અને દશુભા સામે પોલીસમાં ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસે ફોનમાં વાતો કરી મશકરી કરતા બીભત્સ ગાળો આપતા ઉશ્કેરાઈ જઈને યુવાન સહિતનાને ચાર શખ્સોએ માર મારી મોટર સાઈકલમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના જોન્સનગરમાં રહેતા એઝાઝ નીરમોહમદભાઈ જામ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને ગતા તા.૧૫ના સાંજેના સમયે આરોપી બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઈ સંધી રહે. વાવડી રોડ વાળા સાથે ફોન પર વાતો કરી મશ્કરી કરતા હતા ત્યારે આરોપી બાબુ ઉર્ફે બાબુડો એ ફરિયાદી એઝાઝને બેન સામી ગાલ આપતા ફોન કાપી નાખતા જેનો રોષ રાખી ફરિયાદી તથા ઈજા પામનાર સાહેદ ત્રણેય વાવડી ચોકડી થી પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન બોલાચાલી કરી આરોપી ઇમરાન ઇકબાલ ઝેડા અને બાબુ ઉર્ફે બાબુડો એ ગાળો આપી ફરિયાદી એઝાઝ તથા તેના મિત્ર મોહીન તથા હરેશ ગઢવીને છરી વડે ઘા કરી ઈજા કરી ઢીકા પાટુનો માર મારી ફરિયાદી એઝાઝના મોટર સાઈકલમાં તોડફોડ કરી આરોપી ઇમરાન ઇકબાલ ઝેડા, બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઈ સંધી, મકબુલ મહબૂબ સંધી અને દશરથ દરબાર ઉર્ફે દશુભા સામે ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે.

(1:13 pm IST)