Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમરેલીઃ વિશ્વાસઘાત કરનાર આરોગ્ય શાખાના કલાર્ક પંકજ જોષી સસ્પેન્ડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૬ : અમરેલી પાલિકાના કર્મચારી પંકજભાઇ ડી. જોષી - કલાર્ક કે જેઓએ સંસ્થાના મુખ્ય અધિકારીશ્રીની કે અન્ય કોઇ સંબંધીત વિભાગોની મંજુરી વગર અને અંધારામાં રાખી, પોતાની સતા બહાર જઇ અમરેલીન ગરપાલિકાનો એકાઉન્ટ દફતરનો ખોટો આઉટવર્ડ નંબર નાખી, પોતાની સહી અને હોદાથી ખોટા દસ્તાવેજ બનાવી, તેને ખરા તરીકે યશ બેંક લી., અમદાવાદને મોકલી ગેરકાયદેસર રીતે બેંક ગેરંટી રૂ.૮૭,૪૦,૧૧૯ રીલીઝ કરી કરાવી અમરેલી નગરપાલિકા સાથે વિશ્વાસઘાત કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલીત થયેલ છે. જેથ ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ -૪૮ (૬)થી આપેલ સતા અન્વયે કાર્યવાહી કરી છે.

આ કર્મચારી વિરૂધ્ધ ફોજદારી રાહે પગલા લેવા અંગેની ફરિયાદ પણ આપેલ છે. જે કસુરદાર કર્મચારી પંકજભાઇ ડી. જોષી - કલાર્ક હાલ આરોગ્યશ ાખાને હવે ફરજ ઉપર ચાલુ રાખવા સંસ્થાના હિતમાં ન હોય અને સંસ્થામાં ફરજ ઉપર રાખવાથી સંસ્થાને નુકસાન થવાની સંભાવના હોય અને રેકર્ડ પણ ગેરવલે થવાનો સંભવ હોય, જેથી તાત્કાલીક પગલા લેવા જરૂરી હોય, જેથી શ્રી પંકજભાઇ ડી. જોષી કલાર્ક હાલ આરોગ્ય શાખાને તા.૧૩-૧ર-ર૦ર૧ના રોજથી ફરજમાં તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે છે

(12:38 pm IST)