Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જેતપુર તાલુકા પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચારને ઝડપી લીધા

બોરડી સમઢીયાળા અને સ્ટેશન વાવડી ગામે દરોડાઃ ૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં બોરડી સમઢીયાળા ગામેથી દારૂના જથ્થા સાથે પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૬ :. તાલુકા પોલીસે બોરડી સમઢીયાળા ગામે વાહન ચેકીંગ કરી ઈંગ્લીશ દારૂની બોટલો ૧૧૨ તેમજ સ્ટેશન વાવડી ગામે રહેણાંક મકાનમાં રેડ કરી ૨૨ ચપલા ઈંગ્લીશ દારૂના મળી કુલ રૂ. ૧,૪૨,૨૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો.

તાલુકા પીએસઆઈ એ.એન. ગાંગણા સ્ટાફના રાજુભાઈ મકવાણા, ભુરાભાઈ માલીવાડ, ચેતનભાઈ ઠાકોરને સાથે રાખી પેટ્રોલીંગમા નીકળેલ દરમ્યાન દેવકીગાલોળ ગામેથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે બોરડી સમઢીયાળા ગામે વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતા સફેદ ઈકો કાર નં. જીજે ૩ જેસી ૬૨૭૨વાળી પસાર થતા તેને રોકી તલાસી લેતા તે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૧૨ કિં. રૂ. ૩૩૬૦૦ની મળી આવતા કારચાલક કપીલ મજબુતભાઈ જેબલીયા (રહે. બગસરા) તેમજ અન્ય બે ઈરફાન ગફારભાઈ પીંજારા, તરૂણ વિજયભાઈ પરમાર (રહે. બન્ને બગસરા)ને કાર, મોબાઈલ ૪, ઈંગ્લીશ દારૂ મળી કુલ રૂ. ૧,૪૦,૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડી દારૂ અંગે પૂછપરછ કરતા બગસરાના રાહુલ ઉર્ફે ભુરો કાળુભાઈ કછવાડા પાસેથી લઈ જેતપુરના અશ્વિન વિનુભાઈ વેગડાને આપવા જવાનો હોવાની કબુલાત આપતા તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધેલ.

અન્ય રેડમાં તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતો મુકેશ બાબુભાઈ ભુવાએ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોવાનું માલૂમ પડતા તેના મકાનમાં રેડ કરી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ ૨૨ કિં. રૂ. ૨૨૦૦ સાથે મુકેશ ભુવાને પકડી પાડેલ.

આમ બન્ને રેડ દરમિયાન કુલ ૧,૪૨,૨૦૦ના મુદામાલ સાથે ૪ શખ્સોને પકડી પાડેલ અને અન્ય બે શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(12:43 pm IST)