Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયનું સન્માન

સવા વર્ષની ફરજ દરમ્યાન ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાને આગવુ અગ્રસ્થાન અપાવ્યુ છેઃ શ્રી કાઠી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયને પોતાની ફરજને સવા વર્ષ પૂર્ણ થતા તેઓનું જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તેમની કચેરી ખાતે જઈ સન્માન કર્યુ હતું.

સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠીએ જણાવ્યુ હતુ કે છેલ્લા સવા વર્ષથી જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો ત્યારથી લઈ ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાને આગવુ અને અગ્રસ્થાન અપાવવા બદલ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે તેમની શાળાએથી દૂર ન જવુ પડે અને એકથી દોઢ કિ.મી.માં પરીક્ષા સેન્ટરની ગોઠવણ આર.એસ. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થીઓને સમયનો ખૂબ સદઉપયોગ થયેલ અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ આ સુંદર વ્યવસ્થા ગોઠવવા બદલ શ્રી ઉપાધ્યાયને અભિનંદન આપવામાં આવેલ. આમ જિલ્લા શિક્ષણાધિકારી રમેશ ઉપાધ્યાયની સુંદર કામગીરીને ધ્યાને લઈ સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠી, કે.ડી. પંડયા, ગિજુભાઈ ભરાડ, ચેતનભાઈ શાહ, રમેશભાઈ જાવિયા, નરેશભાઈ ખીમાણી, શ્રી પટેલ, માતંગભાઈ પુરોહીત સહિતનાએ શ્રી ઉપાધ્યાયનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરતા તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:07 pm IST)