Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદર :ઠંડીના સમયમાં સવારની સ્કૂલોમાં સમય ફેર કરવા NSUI ની પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત

શાળામાં વહેલી સવારનો સમય એક કલાક મોડો કરવો જેથી ધોરણ-૧ થી ધો-૫ મા નાના નાના ભુલકાઓ હોય તેને સવારે ૫ કે ૬ વાગ્યે ઉઠવાની ફરજ ના પડે.

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :   શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારની તમામ શાળાઓનો સમય એક કલાક મોડો કરવા પોરબંદર NSUI એ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું, હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતુ હોય તેમજ સુર્યાસ્ત પણ મોડો થતો હોય છે. ઘણી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસનો સમય સવારના ૭:૦૦ વાગ્યાનો હોવાથી બાળકોને કડકડતી ઠંડીમાં વહેલું ઉઠવાની ફરજ પડે છે.

 સવારની જે પણ શાળામાં વહેલી સવારનો છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી જે ધોરણ-૧ થી ધો-૫ મા નાના નાના ભુલકાઓ હોય તેને સવારે ૫ કે ૬ વાગ્યે ઉઠવાની ફરજ ના પડે. વહેલો અભ્યાસનો સમય હોવાને કારણે જે બાળકો બસમાં જતા હોય તેમને ૩૦ મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે. સવારે ૬:૦૦ વાગ્યે થોડો અંધકાર પણ હોય. બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય ત્યારે આવી ઠંડીમાં જો ભુલકાઓ બીમાર પડે તો તેમના માતાપિતા પણ ચિંતિત થઇ જાય છે. ફરી Covid19 નો ભય પણ જોવા મળી રહ્યો હોય કેમ કે ઠંડીને કારણે બાળકોને શરદી કે કોઇ બીજી રીતે પણ ઠંડીના કારણે બીમાર પડી શકવાનો ભય રહેતો હોય તો આ નાના નાના ભુલકાઓ તેમજ વિધાર્થી બાળકોના સ્વાસ્થ્યનું વિચારી આપણી કચેરી ખાતેથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમાં ૧ કલાક મોડો કરવામાં આવે તેવી પોરબંદર NSUI ની આપ સમક્ષ માંગ છે
 પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ,સુરજ બારોટ,જયદિપ સોલંકી,દિપેશ થાનકી, બિરજુ શિગરખિયા,રાજ ઓડેદરા,અર્જુન નકુમ,મનોજ પાંડાવદરા,ગૌરવ શિંગરખિયા,રાજ પોપટ, હિરેન મેઘનાથી,જય ઓડેદરા,પરેશ થાનકી,યશ ઓઝા વગેરે હાજર રહ્યા હતા

(10:47 pm IST)