Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મૂળીના ખંપાળિયા ગામે મોડી રાત્રે મકાનમાં આગ ભભૂકી : સોના, ચાંદી, રોકડ સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી:પ્રાથમિક તપાસમાં પવનચક્કીના કરંટથી આગ લાગી હોવાનું ખુલવા પામ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે મોડી રાત્રે મકાનમાં આગ લાગી છે. તેને લઈને મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ બની જવા પામી છે. તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં પવનચક્કીના કરંટથી આગ લાગી હોવાનું ખુલવા પામ્યું છે.

આહ લાગતા  ઘરમાં પડેલી તમામ ઘર વખરી સોના, ચાંદી, રોકડ રૂપિયા સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ બની જવા પામી છે. જો કે આ બાબતની જાણકારી ગ્રામજનોને થતાં તાત્કાલિક તેમણે ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં મેળવી હતી. ત્યારે સદનસીબે કોઈને જાનહાનિ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સ્થાનિક ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર મારો ચલાવી અને આગને કાબુમાં લીધી છે. ત્યારે આ મામલે મોટું નુકસાન થયું છે. બાકી કોઈ જાનહાની થઈ નથી

(11:36 pm IST)