Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગિરનાર પર્વત ઉપર શ્રી અંબાજી માતાજીના પ્રાગટય ઉત્સવની ઉજવણી

કોરોનાના કારણે પૂ. તનસુખગીરીબાપુના સાનિધ્યમાં સાદાઇથી ઉજવણી : શ્રી સુકતના પાઠ, હોમ-હવન, અભિષેક, ધ્વજારોહણ સંપન્ન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : જૂનાગઢ ગરવા ગિરનારની ટોચ પર બિરાજમાન માતા અંબાનો આજે પોષી પુનમ એટલે પ્રાગટય દિન હોય જેની સવારથી મહંત પૂ. તનસુખગીરીબાપુ અને ગણપતગીરી બાપુના સાનિધ્યમાં વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાને લઇ સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન મુજબ સાદાઇથી ઉજવવામાં આવી રહી છે.

જેમાં સવારે માતાજીને શ્રૃંગાર અને શ્રી શુકતના પાઠ હોમ-હવન, ગંગાજળ દૂધ પંચામૃતથી માતાજીનો અભિષેક કરવામાં આવેલ તેમજ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું હતું તેમજ બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. સવારે ૭ વાગ્યાથી લઇને બપોરે ૨ વાગ્યા સુધી માતાજીના પ્રાગ્ટયોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

(10:27 am IST)