Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાણપુરમાં () ફુલ મળ્યુ

 વઢવાણઃ રાણપુરમાં ભાદર નદી અને ગોમા નદીના સમા કાંઠેથી તાજી જન્મેલી બે દિવસની બાળકીને કોઈ તરછોડીને જતું રહ્યું હતું. પોલીસ સ્થળે પહોચી હતી અને આ નવજાત બાળકીને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાંથી પછી ડી.એન.એ. ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી બાળવિભાગમાં મોકલી આપવામાં આવશે તેવું રાણપુરના પી.એસ.આઈ. જી.ડી. કાલિયાએ જાણાવ્યું હતું. બનાવની જાણ બોટાદ એસ.પી. હર્ષદ મહેતાને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા અને બાળકીને ત્યજી દેનાર તેના વાલીઓની તપાસ કરવા સુચના આપી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

(10:53 am IST)