Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મોરબીના સરતાનપર રોડ પર માઈક્રોનના કારખાનામાંયુવાનને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

મોરબીના સરતાનપર રોડ પર  માઈક્રોનના કારખાનામાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ પર આવેલ નીંધી માઈક્રોન કારખાનામાં રહીને મજુરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રામચંદ્ર ભાગીરથ માલવીયા (ઉ.૩૭) એ કારખાનામાં પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)