Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પોરબંદરમાં ડબલ મર્ડર કેસમાં તટસ્થ તપાસ કરવા કોંગ્રેસ દ્વારા એસપીને આવેદન

પોરબંદર, તા., ૧૭: વિર ભનુની ખાંભી પાસે થયેલ ડબલ મર્ડર કેસમાં તટસ્થ તપાસ કરવા બાબતે કોંગ્રેસના આગેવાનોની આગેવાની હેઠળ જીલ્લા પોલીસ અધિકારીને આવેદન પાઠવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવેલ કે, વીર ભનુની ખાંભી પાસે સરાજાહેર ફાયરીંગ દ્વારા અને ઘાતક હથીયારો દ્વારા રાજ પરબતભાઇ કેશવાલા (વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસ પ્રમુખ) અને કલ્પેશ ભુતીયાની ફાયરીંગ કરીને ઘાતક હથીયાર દ્વારા જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી છે.

આ ખુનના મુખ્ય આરોપી હાજા અને રામભાઇનું ગેરકાયદેસર ખનીજ ચોરીનું મોટુ નેટવર્ક અને તેમને રાજકીય છત્ર અને હપ્તાઓથી ખનીજ ચોરીને કારણે તેનું મોટુ નેટવકસ્ર્ છે. તેથી માંગણી છે કે આ ઘટનાથી તટસ્થ તપાસ તેમજ લોકોને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ બેસે એવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રજુઆતમાં કરવામાં આવી છે.

(12:11 pm IST)