Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગોંડલમાં બાયોડિઝલનો વેપલો કરતા ૪ પકડાયા : ૫.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે

ભરત પરવાડીયા, અનીલ પડાલીયા, સંજય પડાલીયા તથા નરેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૭ : ગોંડલમાં ટ્રાન્સપોર્ટની આડમા બાયોડીઝલના થઈ રહેલા વેચાણ પર પોલીસે ત્રાટકી ચાર શખ્સોને ઝડપી લઈ ૯૦૦ લીટર બાયોડીઝલ, એક ટ્રક મળી રૂ. ૫.૯૯.૮૦૦ નો મુદામાલ જપ્ત કરી ઇપીકો કલમ ૨૭૮,૨૮૫ તથા આવશ્યક ચીજવસ્તુ ધારક અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઇ. એમ.આર.સંગાડા સહિતના સ્ટાફે નેશનલ હાઇવે પર ટીવીએસના શોરૂમ સામે આવેલા રાજશકિત ટ્રાન્સપોર્ટના ડેલામા દરોડો પાડી રૂ.૬૪.૮૦૦ની કિંમતનંુ ૯૦૦ લીટર બાયોડીઝલ તથા ટ્રક સહિત રુ.૫.૯૯.૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બાયોડીઝલનો ગેરકાયદેસર વેપલો કરી રહેલા રેનિશ ભરતભાઇ પરવાડીયા, અનિલ નરોતમભાઇ પડાલીયા, સંજય નરોતમભાઇ પડાલીયા તથા દિલીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

(12:15 pm IST)