Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઝાંઝમેરના સોનીને લૂંટી લેનાર રાજકોટ કોલીથડના બે સહિત ચાર શખ્સો ઝબ્બે

ધોરાજી,તા.૧૭ : રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક  સંદિપસીંગે ગઇ તા.૧૨/૦૧/૨૦૨૨ના ઝાંઝમેર ગામમા સોનીની દુકાન ઘરાવતા રમેશભાઇ અમૃતલાલ જોગીયા રહે.ઉપલેટા  પોતાની દુકાન બંધ કરી   તેમના ઘરે મો.સા.મા જતા હતા ત્યારે ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે રસ્તામા બે ઇસમોએ તેને આંતરી પોતાની પાસે રહેલ ઠેલામા રાખેલ ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની લુંટ થયેલ નો ગુનો રજી. થયેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક   બલરામ મીણા  જેતપુર ડીવીઝનના એ.એસ.પી.  સાગર બાગમાર માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાચના પોલીસ ઇન્સ એ.આર.ગોહિલ સા. તથા ધોરાજી પોસ્ટેના પોલીસ ઇન્સ એ.બી.ગોહિલનાઓની   ટીમો બનાવી લોકલક્રાઇમ બ્રાંચના પો.સબ ઇન્સ એસ.જે. રાણા તથા તેમનો સ્ટાફ તથા ધોરાજી પોસ્ટેના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત લુટમા ગયેલ મુદામાલ તથા આરોપીને શોધી કાઢવા  તપાસ કરતા જે બંન્ને ઇસમો ઝાંઝમેર ગામે રહી ખેતમજુરી કરતા (૧) મુકેશ શામજી પરમાર તથા (૨) લાલચંદ ઉર્ફે ગુલાજી ભુરીયા હોઇ જે બંન્ને ને પકડી લઇ તેમની  પુછપરછ કરતા  પોતે બંન્ને તથા મુકેશના ફઇનો દિકરો દિલીપ ઉર્ફે દીપો ખારૂભાઇ ભુરીયા રહે.રાજકોટ તથા રાહુલ ઉર્ફે રવિ સુરેશભાઇ ભુરીયા રહે.કોલીથડ વાળાઓએ સાથે મળી કાવત્રુ રચેલાનુ જણાવેલ

આ બાબતે રેકી કરી (૧) મુકેશ શામજી પરમાર તથા (૨) લાલચંદ ઉર્ફે ગુલાજી ભુરીયા બંન્ને જણા ફરીયાદી તેમની દુકાનેથી જવા માટે નીકળે એટલે આગળ રોડ ઉપર ઉભેલ દિલીપ ઉર્ફે દીપો ખારૂભાઇ ભુરીયા તથા રાહુલ ઉર્ફે રવિ સુરેશભાઇ ભુરીયા ને મોબાઇલ ફોન થી જાણ કરવાની એ રીતે કાવત્રુ રચી ફરીયાદી પોતાની દુકાન સાંજના ૫/૩૦ વાગ્યે બંધ કરી ઝાંઝમેરથી ઉપલેટા જતા રસ્તામા તેનો પીછો કરી ફરીને માથાના પાછળના ભાગે હાથથી થપ્પડ મારતા ફરીયાદી એકટીવા મો.સા.સાથે રોડ ની બાજુમા આવેલ પુલીયા પાસે નીચે રોડ સાઇડમા ઉતરી જતા મરચાની ભુકી છાટી ફરીયાદી પાસે રહેલ થેલો ઝુટવી લઇ ભાગી ગયેલ અને ઝાંઝમેર ગામે વાડીએ મુકેશ શામજી પરમાર ના ઝૂપડા પાસે ખરાબામા ભેગા થનાર હોય જે અન્વયે વોચમા રહેતા ઉપરોકત બંન્ને ઇસમો મો.સા. સાથે ત્યા આવતા તે બંન્નેને દબોચી લઇ લુટમા ગયેલ મુદામાલ સાથે ચારેય ઇસમોને પકડો ધોરાજી પોસ્ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ.

કામગીરી કરનાર ટીમ (૧) :  ક્રાઇમ બ્રાચ રાજકોટ ગ્રામ્ય (૧) એ.આર.ગોહિલ પો.ઇન્સ (૨) એસ.જે. રાણા પો.સબ ઇન્સ (૩) નીલેશભાઇ ડાંગર (૪) શકિતસિહ જાડેજા (૩) અનીલભાઇ ગુજરાતી (૪) મહીપાલસિહ જાડેજા (૫) રવિભાઇ બારડ (૬) દિવ્યશભાઇ સુવા (૭) કોશીકભાઇ જોષી (૮) પ્રહલાદભાઇ રાઠોડ (૯) ભાવેશભાઇ મકવાણા (૧૦) પ્રકાશભાઇ પરમાર (૧૧) રૂપકભાઇ બોહરા

કામગીરી કરનાર ટીમ (૨) : ધોરાજી પોસ્ટેશન (૧) એ.બી.ગોહિલ પો ઇન્સ (૨) રમેશભાઇ બોદર (૩) લાલજીભાઇ જાંબુકીયા (૪) વીરમભાઇ વાણવી (૫) અરવીંદસિહ જાડેજા (૬) બાપાલાલ ચુડાસમા (૭) રવીરાજસિંહ વાળા (૮) રવીરાજસિહ જાડેજા (૯) સુરપાલસિહ જાડેજા (૧૦) ઇશીત માણાવદરીયા (૧૧) સલમાબેન થૈયમએ આ કામગીરી કરી છે.

(12:47 pm IST)