Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પોરબંદરના હરિમંદિરે પતંગોત્સવની ઉજવણી કરતા પુ.ભાઇશ્રી

જુનાગઢ : રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ  પોરબંદરમાં મકરસંક્રાંતિ પર્વે ભગવાન શ્રી હરિના પાવન ચરણોમાં પતંગ અર્પણ કરીશ્રી હરિમંદિરના પટાગણમાં હર્ષોલ્લાસ સાથે પતંગોત્સવ પર્વની ઉજવણી કરી હતી. તસ્વીરમાં પુ.ભાઇશ્રી પતંગનો દોરો પકડી પતંગ ચગાવતા નજરે પડે છે. આ દર્શનની સાથે આપણે પણ એને આપણા જીવનરૂપી પતંગની દોર સોંપી જઇએ તેમ પૂ.ભાઇશ્રીએ જણાવેલ હતુ. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:48 pm IST)