Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા સુનીલ જોષી કોરોના સંક્રમિતઃ હોમ આઇસોલેશન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોશી પણ કોરોના સંક્રમિત થયા હતાં.

જો કે તેમની તબીયત સારી છે તથા હોમ આઇસોલેશન થઇને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે તથા તેમના સંપર્કમાં આવનારાના ટેસ્ટીંગ કરવાના પણ શરૂ કરી દીધા છે.

અગાઉ બીજા વેવમાં તેમને કોરોના પોઝીટીવ થઇ ગયો હોય તથા બે ડોઝ લઇ લીધા હોય શ્રી સુનીલ જોશીની તબીયત સારી છે તથા કોઇ પરેશાની  ના હોય ? છતાં જાતે જ સલામતી માટે હોમ આઇસોલેશન થઇને આરોગ્ય અધિકારીની સુચનાનું પાલન કરી રહ્યા છે.

(12:50 pm IST)