Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ધોરાજી સરકારી કોવીડ હોસ્પિટલની મુલાકાતે જયેશ રાદડીયા

 ધોરાજી : ધોરાજી સરકારી હોસ્પિટલ કોવિડ વિભાગની મુલાકાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ લીધી હતી. અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, પત્રકારો તેમજ ધોરાજી પાલિકાના પુર્વ અધ્યક્ષ હરકિશન માવાણી, ભોલાભાઇ માવાણી, જયસુખભાઇ ઠેસીયા, ભરતભાઇ બગડા, તુષારભાઇ સોંદરવા, કૌશલ સોલંકી, રાજુભાઇ બગડા વગેરે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયેશભાઇ રાદડીયા, પી.પી.કીટ પહેર્યા વિના દર્દીઓને મળ્યા હતા અને જણાવેલ કે દરરોજ જામકંડોરણા ખાતે પીપીઇ કીટ પહેર્યા વગર જ દર્દીઓને મળુ છુ ભગવાનની કૃપા છે. આ સાથે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા ઓકસીજન પ્લાન્ટ નખાઇ રહ્યો છે અને હવે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજય સરકારના સહકારથી ગરીબ દર્દીને વિનામુલ્યે સારવાર મળી રહે તે બાબતે જણાવ્યુ હતુ તથા સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ ડોકટર મહેશ્વરી ડો.રાજબેરા, ડો.પાર્થ ગોસ્વામી, હેડ નર્સ ગીરાબેન ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(1:15 pm IST)