Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની આફતને પહોંચી વળવા મોરબી પાલિકાની ટીમ પણ ખડેપગે

તકેદારીના પગલાં લેવા નગરપાલિકાની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ: વાવાઝોડા દરમિયાન કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો આ ટીમનો સંપર્ક કરવા અપીલ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા સંભવિત વાવઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા એક ટીમ નિયુક્ત કરવામાં આવી છે અને આ ટીમને જરૂરી તકેદારીના પગલાં લેવા માટે ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો આ ટીમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા હાલ સંભવિત વાવઝોડાને ધ્યાને લઈને નગરપાલિકાની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. અને ટીમને ફરજ ઉપર તૈનાત કરી દેવામાં આવી છે.આથી નગરપાલિકા ટીમના કૃષ્ણસિંહ જાડેજા-9099054422, સૂર્યકાન્તભાઈ પાટીલ-8238666244, નિરંજનભાઈ ભટ્ટ-9978913303, જયેશભાઇ જાની-9925154333, હરેશભાઇ બુચ-7778879876, હિતેશભાઈ રવેશિયા-9773202035, હિતેશભાઈ દવે-9099022050 તેમજ ધીરુભાઈ સુરેલીયા-9712805999 ઉપર નાગરિકો પોતાની ફરિયાદ કરી શકશે.

(6:28 pm IST)