Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કચ્છની ખારેકનું કેશોદમાં ઉત્પાદન: સ્વાદમાં સાકર જેવી મીઠી :એક ઝાડમાં 80 કિલો ઉતરે

બારાહી નામની કલ્ચર પેટર્નના 50 રોપાનો ઉછેર કર્યા.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકમાં ખારેકનું સફળ ઉત્પાદન થઈ રહ્યુ છે. મૂળ કચ્છનો પાક ગણાતી ખારેકનું હવે કેશોદમાં પણ સફળ ઉત્પાદન થઈ રહ્યું છે

  જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા ડાયાભાઈ દેસાઈએ મૂળ કચ્છની ખારેકનું કેશોદમાં સફળ ઉત્પાદન કર્યું છે. ખેડૂતે 8 વર્ષ પહેલા 50 રોપા લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ડાયાભાઈ ખેડૂતને વિચાર આવ્યો હતો કે કચ્છમાં ખારેક થઈ શક્તી હોય તો કેશોદમાં કેમ ના થઈ શકે. તેથી પ્રાયોગિક ધોરણે તેઓએ બારાહી નામની કલ્ચર પેટર્નના 50 રોપાનો ઉછેર કર્યા. જેમાંથી 10 નર હતા અને હાલ 40 ઝાડ પર ખારેક આવી રહી છે

મુળ ઈરાનની અને ઈઝરાઈલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના પ્રમાણમાં કદમાં મોટી, ઠળીયો નાનો અને સ્વાદમાં સાકર જેવી મીઠી હોય છે. ડાયાભાઈના ફાર્મમાં જે ખારેકનું ઉત્પાદન થાય છે તેનું તેઓ સીધું જ વેચાણ કરે છે. ખારેકનું તેઓ 90 છી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરે છે. એક ઝાડ પર 80 કિલો ખારેકનું ઉત્પાદન થાય છે. એક ઝાડ એક વર્ષમાં 4 લાખની ઉપજ આપે છે.

ખારેક એક હાર્ડ પ્લાન્ટ છે. તેને વધુ પાણીની આવશ્યકતા રહેતી નથી. આમ આ ખેતીના અનેક ફાયદા હોવાથી ખેડૂતો માટે ખારેકની ખેતી લાભદાયક છે અને બમણો ફાયદો કરાવી શકે

(6:53 pm IST)