Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

સાજડીયાળી ગામે પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્‍યે નોટબુકનું વિતરણ :

જામકંડોરણા : ગૌસેવા સમિતિ ટ્રસ્‍ટ જામકંડોરણા દ્વારા જામકંડોરણાના સાજડીયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્‍યે નોટબુક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ આ વિતરણ સમયે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, સરપંચ કલ્‍પેશભાઇ રાણપરીયા, પૂર્વ સરપંચ ભરતભાઇ રાણપરીયા, હિન્‍દુ ધર્મ સેનાના સંગઠન મંત્રી અલ્‍પેશભાઇ વિષ્‍ણુસ્‍વામી, ગૌસેવા સમિતિ ટ્રસ્‍ટના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, ટ્રસ્‍ટી વનરાજસિંહ ચૌહાણ, કરણીસેના મહામંત્રી જીતેન્‍દ્રસિંહ વાળા, આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષણ મિત્રોએ હાજરી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા) 

(10:19 am IST)