Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ગોંડલ પાલીકા કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્‍નોને લઈ હડતાલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : અખીલ ગુજરાત પાલીકા કર્મચારી મહામંડળ અન્‍વયે ગોંડલ નગરપાલીકાના કર્મચારીઓ એ તેમના વરસો જુના પડતર પ્રશ્‍નનોને લઈ પેન ડાઉન બાદ શહેરભરમાં પાણી પુરવઠો બંધ તથા સ્‍ટ્રીટ લાઈટ બંધ અને સફાઇ બંધ સહીત આંદોલન સાથેના કાર્યક્રમો જાહેર કરાયા છે. કર્મચારી મંડળ દ્વારા ચિફ ઓફિસર વ્‍યાસ તથા કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા ને આવેદનપત્ર પાઠવી રાજ્‍ય સરકાર દ્વારા કરાઇ રહેલા અન્‍યાય અંગે રોષ વ્‍યક્‍ત કરાયો હતો. પાલીકા કર્મચારીઓ દ્વારા તા.૧૮ના પાણી વિતરણ બંધ રખાશે, તા.૧૯ના સ્‍ટ્રીટ લાઈટો બંધ રખાશે તા.૨૦ના સફાઇ કાર્યબંધ રખાશે તેવુ યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)