Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ગોંડલમાં મહીલાઓને ધબ્‍બા મારતા વિકળત શખ્‍સનો ફરી ઉપાડો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૬ : શહેર ના સ્‍ટેશન પ્‍લોટ મા ભગવત સાધના સંઘ રોડ પર સાંજના સુમારે પસાર થઈ રહેલા પ્રૌઢ મહીલાને બાઇક લઇ પુરઝડપે નિકળેલા શખ્‍સે છાતીના ભાગે જોરથી ધબ્‍બો મારતા મહીલાને તમ્‍મર ચડતા પડી ગયા હતા.દરમ્‍યાન ધબ્‍બો મારી શખ્‍સ પલવાર માં પલાયન થઈ ગયો હતો.બાદ માં સ્‍વસ્‍થ થયેલા મહીલા એ મોબાઇલ દ્વારા તેમના પતિ ને જાણ કરી હતી.કોઈ મનોવિકળત શખ્‍સ દ્વારા મહીલાઓ ને નિશાન બનાવી રંજાડ કરાતી હોવા ની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. બનાવના પગલે આ વિસ્‍તાર મા દહેશત ફેલાઇ છે.સ્‍ટેશનપ્‍લોટના ભગવત સાધના સંઘ ઉપરાંત ડો.અંબાણી હોસ્‍પિટલ રોડ પર આવી ઘટનાઓ બની રહીછે.ઉપરાંત રણછોડનગર રોડ તથા રામ હોસ્‍પિટલ નજીક પણ આવી ઘટનાઓ બન્‍યાનું બહાર આવ્‍યુ છે. વિકળત માનસ ધરાવતો શખ્‍સ મોડી સાંજના સમયે જ ઓછી અવરજવર વાળી ગલી કે રોડ પર જઈ રહેલી મહીલાને નિશાન બનાવે છે.ફુલસ્‍પિડમાં બાઇક પર ઘસી આવી મહીલાઓને ધબ્‍બો મારી પલવારમાં નાશી છુટે છે.સ્‍ટેશનપ્‍લોટમાં ચાર વર્ષ પુર્વે પણ આવી ઘટનાઓ બની હતી. અચાનક હુમલા થી મહીલા અવાચક બની જતી હોય આ શખ્‍સ નો ચહેરો જોવા મળતો નથી.અલબત્ત ગઈ કાલની ઘટના રોડ પરના સીસીટીવી કેમેરા માં કેદ થઈ હોવાનું ભોગ બનનારા મહીલાએ જણાવ્‍યું હતુ.

 આવા બનાવ અંગે પત્રકાર સંઘને તુરંત જાણ કરવા યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)