Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ગિરનાર પર જોરદાર પવન ફુંકાતા સવારથી રોપ-વે બંધ

યાત્રિકો સહિતનાં લોકો મુશ્‍કેલીમાં: અચાનક સવારથી હવામાનમાં પલ્‍ટો આવ્‍યો

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૭ :.. ગિરનાર પર જોરદાર પવન ફુંકાતા સવારથી યાત્રિકોની સલામતી માટે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે.

મોડી રાતથી ગિરનાર ખાતેનાં વાતાવરણમાં પલ્‍ટો આવેલ અને આ સાથે જોરદાર પવન ફુંકાવો શરૂ થયો હતો. પવન સવારે પણ યથાવત રહેતા ગીરનાર રોપ-વે સવારથી બંધ રાખવામાં આવ્‍યો છે.

ઉષા બ્રેકો કંપનીનાં હેડ દિપક કપલીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ગિરનાર પર તોફાની પવન ફુંકાતો હોવાની રોપ-વે સેવા યાંત્રિકોની સલામતીને ધ્‍યાને રાખી સવારથી બંધ રાખવાની ફરજ પડી છ.ે પવનની ગતિ રાબેતા મુજબ થયેથી રોપ-વે સેવા રાબેતા મુજબ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીનાં તહેવારમાં યાંત્રિકોનાં ઘસારાને પહોંચી વળવતા ગીરનાર રોપ-વે સજજ થયેલ છે. મોટા ભાગરૂપે રો-પવેની નવી બ્રાન્‍ડવે કેબિનનો ઉમેરો કરી દર કલાકે ૮૦૦ યાત્રિકોની ક્ષમતા વધારીને ૧૦૦૦ કરવામાં આવી છે જેના પરિણામે પ્રતિક્ષાનો સમય ઓછો થશે.

શ્રી કપલીએ જણાવેલ કે, વડાપ્રધાન શ્રી મોદીએ રોપ-વેનું ઉદઘાટન કર્યા બાદ ર૪ ઓકટોબરે રોપ-વેને બે વર્ષ પુરા થશે. ગત વર્ષે દિવાળી તહેવારમાં ૧પ દિવસમાં ૯૦ હજાર લોકોએ રોપ-વેનો લાભ લીધો હતો.  (તસ્‍વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ) 

(11:46 am IST)