Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ગોંડલ ફોરેસ્‍ટ યુથ ક્‍લબ દ્વારા સુવર્ણ પ્રાશન ઔષધ ૧ થી ૧૦ બાળકોને અપાશે

 ગોંડલ,તા.૧૬ : ગોંડલ ફોરેસ્‍ટ યુથ કલબના પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા   મંગળવારે પુષ્‍યઅમળત યોગ અન્‍વયે પંચવટી સોસાયટી, સહજાનંદનગર, મહાકાળીનગર, રામ નગર, ભવનાથ નગર ૧-૨ તેમજ આસપાસની સોસાયટીના ૧થી૧૦ વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્‍યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્‍યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણ પ્રાશન ઔષધ મૂલ્‍યે આપવામાં આવશે.

વૈદિક પદ્ધતિથી અને અમૂલ્‍ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણ પ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં ખૂબ જ ઉપયોગી ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્‍યભાઈ જોશી પરિવાર  તરફથી વિનામૂલ્‍યે પૂરું પાડવામાં આવે છે.

આ સુવર્ણ પ્રાશન સેવા પંચવટી સોસાયટી,ગણપતિજી ના મંદિર સામે, હિતેશભાઈ દવેના નિવાસ સ્‍થાને તોહ કુંજ પંચવટી સોસાયટી,ગણપતિ મંદિર સામે, તા.૧૮મી ઓક્‍ટોબર મંગળવારે સવારે ૧૦ વાગ્‍યા થી બપોરના ૨  વાગ્‍યા સુધી સેવાનો લાભ મળશે.

પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર, ભવનાથનગર ૧-૨તેમજ આસપાસના બાળકો આ વ્‍યવસ્‍થાનો લાભ લ્‍યે તેવી અપીલ કરવામાં આવેલ છે. હિતેશભાઈ દવે  રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણ પ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે. જેમાં યોગેશભાઈ દવે, કિરણબેન દવે, ભૂમિબેન સાટોડીયા, જયશ્રીબેન જોશી સહયોગ કરી રહ્યા છે. મોબા.નં. ૯૯૦૯૯૮૭૭૧૧.

(11:48 am IST)