Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્‍યક્ષસ્‍થાને વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

૮૭૫૩ જેટલા લાભાર્થીઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે લાભોનું વિતરણ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૧૫ : ગુજરાત સરકારની અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞ તરીકે રાજ્‍યભરમાં ગરીબ કલ્‍યાણ મેળાઓ યોજાઇ રહ્યા છે.  મુખ્‍યમંત્રી ભુપેંદ્રભાઈ પટેલે રાજ્‍યવ્‍યાપી ગરીબ કલ્‍યાણ મેળાનો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી પ્રારંભ કરાવ્‍યો હતો. આ જ શ્રેણીમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્‍યક્ષસ્‍થાને મંગલભુવન, વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો.
આ કાર્યક્રમને સંબોધતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્‍યું હતું કે તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષ ૨૦૦૯થી ગરીબોના સશક્‍તિકરણ માટે ગરીબ કલ્‍યાણ મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્‍યો હતો. જેના ૧૩માં સોપાનમાં આપણે પ્રવેશ કર્યો છે. આ મેળાના માધ્‍યમથી જિલ્લાના ૮૭૫૩ જેટલા લાભાર્થીઓને રૂ.૧.૫ કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્‍યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્‍યા છે. આ મેળાઓ તેમને આર્થિક મોરચે સ્‍વાવલંબી અને વધુ સમળદ્ધ બનવામાં સહાયરૂપ પૂરવાર થશે.
વઢવાણ ધારાસભ્‍ય ધનજીભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યર્ક્‍મમાં ગરીબ કલ્‍યાણ મેળાના પ્રારંભ પહેલા સભાસ્‍થળે સ્‍થાનિક કલાકારો દ્વારા સાહિત્‍યની મનોરંજક કળતિઓ અને દેશભક્‍તિ ગીતોની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. ત્‍યારબાદ પંચાયત વિભાગની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્‍મનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. જિલ્લાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ સહાય અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના અઘ્‍યક્ષસ્‍થાને ગોધરા ખાતે યોજાયેલા રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્‍થિત સૌએ નિહાળ્‍યું હતું. જિલ્લા કલેકટર કે.સી. સંપટ દ્વારા સ્‍વાગત પ્રવચન અને જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ ગરીબ કલ્‍યાણ મેળામાં મહિલા અને બાલ વિકાસ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કળષિ અને સહકાર વિભાગ, પંચાયત અને ગ્રામ ગળહ નિર્માણ વિભાગ, સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ સહિત ૧૫ થી વધુ વિભાગોની ૪૦ થી વધુ યોજનાઓ અંતર્ગત ૮૭૫૩ જેટલા લાભાર્થીઓને ૧.૫ કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્‍ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્‍દ્રભાઇ આચાર્ય, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, પૂર્વ સાંસદ સભ્‍ય શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્‍ય સર્વ ધનરાજભાઈ કૈલા, મનહરભાઈ મકવાણા,  વર્ષાબેન દોશી, અગ્રણી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ,  જીજ્ઞાબેન પંડ્‍યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક આર.એમ.રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

 

(11:52 am IST)