Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ઇંટ ઉત્‍પાદકો દ્વારા અમરેલીથી આંદોલનના મંડાણ

કલેકટરને રેલી સ્‍વરૂપે આવેદન સુપ્રત : તબકકાવાર આંદોલન આગળ વધારાશે

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઇંટ ઉત્‍પાદક સંઘના નેજા હેઠળ રાજય અને કેન્‍દ્ર સરકાર સમક્ષના ઇંટ ઉત્‍પાદકોના પડતર પ્રશ્‍નોએ ઉકેલની માંગ સાથે આંદોલનના આજે અમરેલી ખાતેથી મંડળ કરાયા છે.
અમરેલી ખાતે કલેકટરને રેલી સ્‍વરૂપે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં ઇંટ ઉત્‍પાદકો ઉપસ્‍થિત રહ્યા હતા. ઇંટ ઉત્‍પાદકોને તેમના કબજા ભોગવટાવાળી સરકારી પડતર જમીન પ્રવર્તમાન જંત્રીના એકવડા દરથી ફાળવવા  તેમજ ૧૦ કિ.મી.ની ત્રીજીયામાંથી માટી પરિવહનનો પરીપત્ર રદ કરવા, ઝીગઝેગની ફરજીયાત અમલવારી બંધ રાખવા સહીતના પ્રશ્‍નો અંગે આ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી.
અમરેલીથી આદરવામાં આવેલ આ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમો તબકકાવાર આગળ વધારવામાં આવશે. તેમ સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રીકસ મેન્‍યુ. એસો.ના મંત્રી ચંદુભાઇ એલ. જાદવ (મો.૯૮૨૫૭ ૯૫૦૯૫) ની યાદીમાં જણાવાયુ છે.

 

(12:00 pm IST)