Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

જૂનાગઢ પ્રધાનમંત્રીની મુલાકાત સંદર્ભે તડામાર તૈયારી તંત્ર દ્વારા આખરી ઓપઃ ભાજપના આગેવાનોની મીટીંગનો દોર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૭ : જૂનાગઢ આગામી ૧૯ ઓકટોબરને બુધવારનાર રોજ બપોરે ૧:૩૦ કલાકે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જનસભા સંબોધવાના હોય જેને લઇને બેઠક વ્‍યવસ્‍થા પાર્કીંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ માટે વિશાળ ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. અને જીલ્લા કલેકટર શ્રી રચિત રાજ દ્વારા કમીટીઓ રચવામાં આવેલ છે.

અધિક કલેકટરશ્રી બી.એલ.બાંભણીયા પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા મામલતદાર તન્‍વીબેન ત્રિવેદી તેજસ જોષી તેમજ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પ્રભારી ધવલભાઇ દવે, શહેર ભાજપના પ્રમુખ પુનિતશર્મા ડેપ્‍યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના સભા સ્‍થળે વ્‍યવસ્‍થા અંગે ચર્ચાઓ વિચારણા કરી આખરી ઓપ આપી રહ્યા છે અને વિશાળ ડોમ તૈયાર થઇ રહ્યા છે. અને ડેપ્‍યુટી મેયરના નિવાસસ્‍થાને વિવિધ સમાજના સંસ્‍થાઓના આગેવાનોની બેઠક મળી હતી જેમાં શ્રી મોદીની સભામાં વધુમાં વધુલ લોકો જોડાય તે માટે મંત્રીશ્રી દેવાભાઇ માલમ પુનીત શર્મા ગિરીશભાઇ કોટેચા, ડો.ડી.પી. ચિખલીયા કેળવણીકાર જી.પી.કાઠી મધુર સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતી બટુક બાપુ સહિત વિવિધ સંસ્‍થા સમાજના આગેવાનો મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે પુનિત શર્મા પ્રભારી ધવલભાઇ દવે ગિરીશભાઇ કોટેચાએ આહવાન કર્યું હતું. (તસ્‍વીર :મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:39 pm IST)