Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદની વિભાગ બેઠકમાં ષષ્‍ઠીપૂર્તિ અંતર્ગત જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લામાં હિતચિંતક અભિયાનને વેગ આપવા ચર્ચા-વિચારણા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૭ : જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદની રવિવારે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ કાર્યાલય ખાતે વિભાગ બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને મોરબી જિલ્લાના મુખ્‍ય હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આગામી દિવસો દરમિયાન વિશ્વ હિન્‍દુ પરિષદને ૬૦ વર્ષ પૂર્ણ થતા ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમ અંતર્ગત હિત ચિંતક અભિયાન ને લોકોના ઘરો સુધી પહોંચાડી હિન્‍દુ સમાજને જાગળત કરવાનું મહાઅભિયાન ચલાવવામાં આવનાર છે.

જામનગરના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પરિસરમાં મળેલી વિશ્વ હિન્‍દુ પરિષદની વિભાગ બેઠક દરમિયાન પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રાએ ૬૦ વર્ષ વિશ્વ હિન્‍દુ પરિષદને થઈ રહ્યા છે ત્‍યારે હિન્‍દુ સમાજના દરેક લોકો વિશ્વ હિન્‍દુ પરિષદ સાથે જોડાઈ હિન્‍દુ ધર્મની રક્ષા કાળજે આગળ આવે તે માટે આહવાન કર્યું હતું આ ઉપરાંત ષષ્ઠીપૂર્તિના વિભાગ સંયોજક પ્રવિણસિંહ કંચવા અને વિશ્વ હિન્‍દુ પરિષદના જામનગર જિલ્લા અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા દ્વારા ખાસ ત્રણેય જિલ્લામાંથી ઉપસ્‍થિત વિશ્વ હિન્‍દુ પરિષદના હોદ્દેદાર અગ્રણીઓને આગામી દિવસોમાં અભિયાનમાં સાનુકૂળતાપૂર્વક વધુને વધુ લોકોના કેવી રીતના સંપર્ક કરવામાં આવે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

આ બેઠક દરમિયાન જામનગરના સાત સ્‍થાનો ઉપર હિતચિંતક અભિયાન હાથ ધરવામાં આવનાર છે જેમાં જામનગર શહેરમાં ૧૮ ઓક્‍ટોબર મંગળવારે હવાઈ ચોક, ૧૯ ઓક્‍ટોબર બુધવારે ડીકેવી સર્કલ, ૨૦ ઓક્‍ટોબર ગુરુવારે એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, ૨૧ ઓક્‍ટોબર શુક્રવારે લાલપુર રોડ ઉપર આવેલા કીર્તિ પાન, ૨૨ ઓક્‍ટોબર શનિવારે ધનતેરસ એ ચાંદી બજાર અને ૨૩ ઓક્‍ટોબર રવિવારે બેડીગેટ ખાતે સાંજે ૪ વાગ્‍યા થી કાર્યક્રમો યોજવામાં આવ્‍યા છે. જેની વિધિવત જાહેરાત કરાઈ હતી.

જામનગરમાં મળેલી વિશ્વ હિન્‍દુ પરિષદની વિભાગ બેઠક દરમિયાન ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમ અંતર્ગત અભિયાનને વધુ વેગ આપવા માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન બજરંગ દળ સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતળશક્‍તિના પ્રાંત સહસંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, જામનગર જિલ્લા વિશ્વ હિન્‍દુ પરિષદના ઉપાધ્‍યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્‍યક્ષ સુબ્રમણીયમ પીલ્લે, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, પ્રીતમસિંહ વાળા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, રવિન્‍દ્રભાઈ કુંભારાણા, વિશ્વ હિન્‍દુ પરિષદના જામનગર જિલ્લા પ્રચાર  પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક અને ષષ્ઠીપૂર્તિ ના જામનગરના સંયોજક કલ્‍પેનભાઈ રાજાણી, વિજયભાઈ બાબરીયા, વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર જિલ્લા મહિલા વિભાગના સહસંયોજિકા ભાવનાબેન મણીયાર, રેખાબેન લાખાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંત્રી દીપકભાઈ જાની, સહમંત્રી વિજયભાઈ જગતિયા, અજયભાઈ કારાવદરા, પારુલબેન ગઢવી, મોરબી જિલ્લાના જિલ્લા મંત્રી કમલભાઈ દવે સહિતના જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ,દુગવહિની અને માતળશક્‍તિ મહિલા વિભાગના હોદેદારો અગ્રણી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:42 pm IST)