Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

આમ આદમી પાર્ટી ચુંટણી મોડમાં : ટંકારામાં પંજાબના મંત્રીની ઉપસ્થિતિમાં પદયાત્રા અને સભા.

મોરબી : વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીએ ટંકારા બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે ત્યાર આવતીકાલે પંજાબના મંત્રીની હાજરીમાં પદયાત્રા અને સભાનું આયોજન કરાયું છે

  આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્વારા તા. ૧૮ ના રોજ સાંજે ૪ કલાકે લતીપર ચોકડીથી ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રા બાદ ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રા યોજાશે જે પદયાત્રા બાદ સભાને સંબોધન કરવામાં આવશે પંજાબના કેબીનેટ મીનીસ્ટર હરભજનસિંહ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા, સંગઠન મંત્રી, સહસંગઠન મંત્રી અને તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહેશે.

 

(11:42 pm IST)