Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

હનુમાનજી મહારાજ જ્ઞાનના ગુણસાગર છે : પૂ. મોરારીબાપુ

ભાવનગર જિલ્લાના તલગાજરડામાં હનુમંત મહોત્‍સવમાં ૪૦ કલાવિદોને એવોર્ડ અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૮ : પૂ.મોરારિબાપુ દ્વારા હનુમંત મહોત્‍સવનું આયોજન છેલ્લાં ૪૫ વર્ષથી ચિત્રકુટધામ તલગાજરડા ખાતે થઈ રહ્યું છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે આયોજનને સ્‍થગિત કરવામાં આવ્‍યું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ વિવિધ ક્ષેત્રે, વિધાઓના મર્મજ્ઞોને એવોર્ડ આપીને સન્‍માન કરવામાં આવ્‍યું. હનુમંત, નટરાજ, કૈલાસ લલિતકલા, અવિનાશ વ્‍યાસ, ભામતી,વાચસ્‍પતિ અને સદભાવના એવોર્ડ એક સાથે ૪૦ની સંખ્‍યામાં અર્પણ કરવામાં આવ્‍યાં. આ એવોર્ડ સમારંભમાં ઉત્તર-દક્ષિણ ભારતના વિવિધ કલાકારો પણ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.
જેમાં આ એવોર્ડ મેળવનારા હનુમંત એવોર્ડ શ્રી શાશ્વતીસેન(કથક), નટરાજ એવોર્ડ માં શ્રી રાકેશ બેદી(અભિનેતા),સુશ્રી દિપીકા ચિખલિયા (અભેનેત્રી) સીતા,મનોજ જોશી (અભિનેતા),ᅠ ᅠકૈલાશ લલિત કલામાં અતુલ ડોડિયા (ચિત્ર) અવિનાશ વ્‍યાસમા વિભાગ દેસાઈ, એવોર્ડમાં ભામતી એવોર્ડમાં નીના ભાવનગરી, વાચસ્‍પતિ એવોર્ડમાં ગૌતમ પટેલ, અને સદભાવના એવોર્ડમાં યજ્ઞ પ્રકાશન (સંસ્‍થા)અને રમેશભાઇ સંધવી મુખ્‍ય વ્‍યક્‍તિઓ હતાં.
 પૂ.મોરારિ બાપુએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્‍યું કે સારેગમપધનીસાને ધ્‍યાનમાં રાખીને તેમની વ્‍યાખ્‍યા કરીએ તો લગભગ તમામ મુદ્દાઓમાં હનુમાનજી નિપુણ જણાયાં છે.હનુમાનજી મહારાજ ધર્મરથ તો છે જ પણ સંગીતાચાર્ય,વ્‍યાકરાણાચાર્ય, કાવ્‍ય કલાના ભાવક અને નાટ્‍ય નિપુણ છે. જ્ઞાનના ગુણસાગર છે આપ સૌની આ જ્ઞાન ભાવવંદના કરવાનો રાજીપો છે.તેથી આવા મંગલ અવસરે આપણે વિધવિધ વિદ્યાઓને સન્‍માનીને આવો રૂડો મહોત્‍સવ ઉજવીએ છીએ.
પુ.બાપુએ ઉમેર્યું કે કેટલાક પ્રદેશો, દક્ષિણ ભારતમાં અને બનારસ વગેરેના વિદ્વાનો હનુમાન જયંતી માટે એક બીજો મત પણ ધરાવે છે અને તેમાં તેઓ હનુમાનજીના પ્રાગટ્‍ય દિવસ આસો વદ ચૌદશને બતાવે છે. પરંતુ પવનતો સર્વ વ્‍યાપક, ઘોતક છે તેથી બધાં દિવસને તેના પ્રાગટ્‍ય દિન તરીકે મનાવી શકીએ.
કાર્યક્રમ દરમ્‍યાન આવો સુંદર અવસર પ્રદાન થતાં ઘણાં કલાકારો ભાવુક થઈ ગયાં હતાં. કાર્યક્રમનું સંચાલન હરિશヘંદ્ર જોશીએ બખૂબી સાંભળ્‍યું હતું.

 

(11:06 am IST)