Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ભાગવત એ ભકિત જ્ઞાનયજ્ઞ છે જ્‍યારે રકતદાનએ જીવનદાન યજ્ઞ છે : પૂ. સીતારામબાપૂ

ભાવનગરનાં દેવગાણા રમણા પરિવારના આંગણે નંદ મહોત્‍સવ ઉજવાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: સ્‍વ.કુબેરભાઈ રમણાના આત્‍મશ્રેયાર્થે પિતૃમોક્ષાર્થે યોજાયેલી ભાગવત કથામાં ભરચક્ક મેદની વચ્‍ચે નંદ મહોત્‍સવની ઉજવણી સાથે પૂ.સીતારામ બાપુએ દિપપ્રાગટ્‍ય કરીને તેમજ કથાનું વહન કરી રહેલા કમલેશભાઈ રમણા એ પોતે રક્‍તદાનથી સર ટી.હોસ્‍પીટલ બ્‍લડબેંકના સહયોગથી રક્‍તદાન એ મહાદાનની શુભ શરૂઆત કરાવી હતી. વસન બેન રમણાના સંકલ્‍પથી ચાલી રહેલી આ દિવ્‍ય કથામાં ૪૧ યુવાનોએ ભાઈ બહેનોએ રક્‍તદાન કર્યું હતું.

પૂ. બાપુએ આ કથાના માધ્‍યમથી કૃષ્‍ણ પ્રભુએ પર્યાવરણ રક્ષાની શિખ આપી હતી. પ્રકૃતિની રક્ષા થકી માનવજીવનનું સાફલ્‍ય છે તેમ ભારતીય સનાતન સંસ્‍કૃતિની ધરોહર સમજાવી હતી.

આ કથામાં ધારાસભ્‍ય શ્રી કનુભાઈ બારેયા, ભા.જ.પ.પ્રદેશ સહકારિતા સેલના સંયોજક અને સર્વોતમ ડેરી અધ્‍યક્ષ મહેન્‍દ્રભાઈ પનોત, પાલીવાલ સમાજના પ્રમુખશ્રી મહેન્‍દ્રભાઈ બારૈયા, જી.પં.સભ્‍ય જીતુભાઈ પનોત વિ.હાજર રહી કથાᅠ ૨સપાન કરેલ.

પૂ.વિશાલદાસ બાપૂ- સદગુરૂ આશ્રમ, ભાવનગર તેમજ પૂ.ભગવાનદાસબાપુ - ભાવનગરના એ કથામાં પધારી આયોજકોને આર્શીવચન પાઠવેલ હતા.

(11:36 am IST)