Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જસદણ તાલુકાના બાકી રહેલા ર૩ ગામોમાં સૌની યોજનામાં સમાવેશ કરવા માંગ

જસદણ તાલુકામાં મુખ્‍ય વ્‍યવસાય ખેતી હોય પુરતુ પાણી ન મળતુ હોય ખેડૂતોને હિજરત કરતા રોકવા રવજીભાઇ સરવૈયાની માંગણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૮ :.. જસદણ તાલુકાનાં અમુક ગામોનો સૌની યોજનામાં સમાવેશ ન થયો હોય ર૩ જેટલા ગામોનો સૌની યોજનામાં સમાવેશ કરવા રાજકોટ જીલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ રવજીભાઇ સરવૈયાએ મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરી છે.

જસદણ-વિંછીયા તાલુકાની વસ્‍તીનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી આધારીત છે અને આ પંથક પહેલેથી જ પછાત રહયો છે. અને તેમાય જસદણ પંથક ઉંધી રકાબી જેવો હોય પાણી તળમાં જવાને બદલે વહી જતુ હોય કુવા આધારીત ખેતીમાં ખેડૂતોને સફળતા નથી મળતી.

આ અંગે રવજીભાઇ સરવૈયાએ જણાવ્‍યું છે કે પાણી સંગ્રહ માટે આ વિસ્‍તારમાં નાના - મોટા તળાવો આવેલા છે પરંતુ તેમાં ચોમાસા દરમિયાન એકથી બે મહિના ચાલે તેટલો જ પાણીનો સંગ્રહ થતો હોય છે અને ખેડૂતોને પાણીની જરૂરીયાત હોય ત્‍યારે એ જથ્‍થો ઉપલબ્‍ધ થતો નથી જેથી પાક નિષ્‍ફળ જાય છે અને પહેલા થી જ પછાત ખેડૂત વધુને વધુ દેવા તળે ડૂબતો જાય છે જેથી ના છૂટકે આ પંથકના ખેડૂતોને ખેતીને બદલે બીજા શહેરોમાં જઇ રોજી - રોટી રળવી પડે છે.

જસદણ તાલુકાના અમુક ગામોનો સમાવેશ સૌની યોજનામાં થયો છે જયારે બાકીના ગામો ચાતક નજરે ખેડૂતો માટેની આ કલ્‍યાણકારી યોજનાની રાહ જોઇ રહ્યા છે.રવજીભાઇ સરવૈયાએ વધુમાં જણાવ્‍યું છે કે જસદણ તાલુકાની ભૌગોલિક પરિસ્‍થિતી  ઉંધી રકાબી જેવી છે સૌરાષ્‍ટ્રની મુખ્‍ય નદીઓ જેમાં પૂર્વ બાજુ સુખ-ભાદર, પヘમિ બાજુ ભાદર, ઉત્તર બાજુ મચ્‍છુ અને દક્ષિણે ઘેલો  નદી છે જો અહીં પાણી લાવી વહેવડાવવામાં  આવે તો સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પમ્‍પીંગ વિના પાણી પહોંચાડી શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે દાયકાઓથી આ અંગે ભુતકાળમાં અનેક વખત આ અંગે સર્વે પણ થયા છે પરંતુ આ દિશામાં કોઇ નકકર કાર્યવાહી આજ દિવસ સુધી થઇ નથી તે પણ આヘર્યની વાત છે...!

હાલ બોધરાવદર, રણજીતગઢ, વીરપર, રાણીંગપર, વેરાવળ, ભંડારીયા, ગઢડીયા (જામ), રામળીયા, ભાડલા, આધીયા, દહીંસરા, રાજાવડલા, ખડવાવડી, કનેસરા, કુંદણી, કમળાપુર, મદાવા, કડુકા, લીલાપુર, કાળાસર, પારેવાળા, પોલારપર અને ચીતલીયા ગામોનો સમાવેશ કરવા જણાવ્‍યું છે.

(11:37 am IST)