Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જામનગરમાં નરેન્‍દ્રભાઇ અને મોરેશિયસના વડાપ્રધાનને આવકારવા થનગનાટ

ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ડબલ્‍યુએચઓના ડાયરેકટર જનરલ, કેન્‍દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, ડો.મહેન્‍દ્રભાઇ મુંજપરા સહિતનાની ઉપસ્‍થિતીમાં વૈશ્વિક કક્ષાના આયુર્વેદ ગ્‍લોબન સેન્‍ટરની શિલાન્‍યાસ વિધી કરાશે : ૧૫ દેશોના રાજદૂતો ઉપસ્‍થિત રહેશે : તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ : મહાનુભાવોને આવકારતા બેનરો લાગ્‍યા

જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી,મોરેશિયસ ના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, WHO ના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, આયુષ મંત્રાલયના કેન્‍દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, રાજયકક્ષાના મંત્રી ડો.મહેન્‍દ્રભાઈ મુંજપરા, અન્‍ય ૧૫ દેશોના રાજદૂતોની ઉપસ્‍થિતિમાં યોજાનાર વૈશ્વિક કક્ષાના આયુર્વેદ ગ્‍લોબલ સેન્‍ટરના શિલાન્‍યાસ વિધિ માટે વિશાળ સમીયાણો તૈયાર કરાયો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ વડાપ્રધાન અને અન્‍ય મહાનુભાવો ને આવકારતા બેનર લગાવવામાં આવ્‍યા છે. મહાનુભાવોના આ તમામ કાર્યક્રમોને લઈને સુરક્ષા વ્‍યવસ્‍થા પણ કરી દેવાઈ છે અને જેની ઉચ્‍ચ અધિકારીઓએ સમીક્ષા પણ કરી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮: જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે WHOના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડીસિન્‍સ ના શિલાન્‍યાસ માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્‍યાન મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, WHO ના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, આયુષ મંત્રાલયના કેન્‍દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, રાજયકક્ષાના મંત્રી ડો.મહેન્‍દ્રભાઈ મુંજપરા, અન્‍ય ૧૫ દેશોના રાજદૂતોની ઉસ્‍થિતિમાં ગોરધનપર પાસે ૩૫ એકર જગ્‍યામાં વૈશ્વિક ખ્‍યાતિ પ્રાપ્ત કરનાર આર્યુવેદના ગ્‍લોબલ સેન્‍ટરની શિલાન્‍યાસ વિધિ કરવામાં આવશે. જેના માટે વિશાળ ડોમો ઉભા કરાયા છે.
જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી થયા છે ત્‍યારે એરફોર્સથી શહેરમાં પ્રવેશતા વિવિધ જગ્‍યાઓએ બરિકેટ લગાવી વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સહિતના મહાનુભવોને આવકારતા બેનર, પોસ્‍ટરો લગાવવામાં આવ્‍યા છે.
બપોરે ૩.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને અન્‍ય મહાનુભાવો શહેરથી ૧૦ કી.મી. દૂર ગોરધનપર ખાતે WHO ના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ ની શિલાન્‍યાસ વિધિ કરશે. આ સ્‍થળે ખાસ ૨૦૦૦ જેટલા આમંત્રિતો માટે બે સામિયાણા તૈયાર કરાયા છે. ખાસ ઉનાળા વચ્‍ચે યોજાઇ રહેલા કાર્યક્રમને લઇને બંને એસી ડોમ તૈયાર કરાયા છે. જયાં આમંત્રિત મહાનુભાવો માટે એક ડોમની અંદર અલગ અલગ બે ભોજન વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે જયારે અન્‍ય પંડાલમાં વિશાળ સ્‍ટેજ બનાવવામાં આવ્‍યું છે જયાં આર્યુવેદ ના વૈશ્વિક ક્ષેત્રે બનનાર ગ્‍લોબલ સેન્‍ટરની શિલાન્‍યાસ વિધિ કરવામાં આવશે.અને અહીંથી જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સંબોધન પણ કરશે.
ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી,મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, આયુષ મંત્રાલયના કેન્‍દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, રાજયકક્ષાના મંત્રી ડો.મહેન્‍દ્રભાઈ મુંજપરા, અન્‍ય ૧૫ દેશોના રાજદૂતો સહિતના મહાનુભાવો જામનગર આવી રહ્યા છે ત્‍યારે સુરક્ષા વ્‍યવસ્‍થા પણ ગોઠવી દેવામાં આવી છે. કાર્યક્રમ સ્‍થળ ઊપરાંત જામનગરને લોખંડી બંદોબસ્‍ત ગોઠવી સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયું છે.
જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આગમન પૂર્વે જ એરફોર્સ સ્‍ટેશન થી સર્કિટ હાઉસ સુધી ભોજન વ્‍યવસ્‍થા જયાં રાખવામાં આવી છે ત્‍યાં જતાં પૂર્વે ભાજપ ના કાર્યકરો અને સ્‍થાનિક લોકો રસ્‍તામાં અભિવાદન કરશે. તેના માટે બેરિકેડિંગ પણ કરી દેવામાં આવી છે. જામનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જામનગરના રાજવી જામ સાહેબ શત્રુસ્‍લ્‍યજીને પણ મળશે. જેથી એસપીજી સહિત સ્‍થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા પી એમના આગમન પૂર્વે જ તમામ વ્‍યવસ્‍થાઓ તેમજ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 

(11:58 am IST)