Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ચૂંટણીની અદાવતમાં ઉપલેટાનાં નીલાખામાં ૯ શખ્‍સોનો પિતા-પુત્ર ઉપર હથિયારોથી હૂમલો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૮ :.. ઉપલેટા તાલુકાના નીલાખામાં અદાવતમાં પિતા-પુત્ર ઉપર હથિયારોથી હૂમલો થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાના નીલાખામાં ૯ જેટલા શખ્‍સોએ પિતા-પુત્ર ઉપર ધારીયા, કુહાડી, જેવા તિક્ષ્ણ હથિયારોથી  ચૂંટણીની જુની અદાવતમાં હૂમલો કર્યો હતો.

ઇજાગ્રસ્‍ત હાલતમાં પિતા-પુત્રને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

આ બનાવની જાણ થતા ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)