Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

નરેન્‍દ્રભાઇ મોદીના પ્રવચનને દેવભુમી દ્વારકા જીલ્લાના ૧ લાખ સહિત ર કરોડ વાલીઓ, શિક્ષકો, છાત્રો નિહાળશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮: ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે સાંજે ૬ થી ૭-૧૦ સુધી ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાંડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરની મુલાકાત લેશે જયાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સાથે સચિવ ડો. વિનોદ રાવ પણ જોડાશે તથા સમગ્ર રાજયના પ્રાથમિક, માધ્‍યમિક તથા ઉ. મા. વિભાગના છાત્રો, શિક્ષકો તથા વાલીઓ તથા આગેવાનો યુટયુબ, બાયસેગ, વંદે ગુજરાત ચેનલ, ડીડી તથા અન્‍ય માધ્‍યમોથી જોડાશે જેમાં દ્વારકા જિલ્લાના એક લાખ ઉપરાંતના છાત્રો શિક્ષકો વાલીઓ સાથે બે કરોડ જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાશે તથા નિહાળશે.

રાજયમાં શિક્ષણ તંત્રની સિધ્‍ધિઓ, રાષ્‍ટ્રીય નીતિ અન્‍વયે થયેલ કાર્યો, સ્‍કૂલ ઓફ એકસલન્‍ય, ટેકનોલોજી તથા શિક્ષણ તંત્રે થયેલા કાર્યો અંગેનું વડાપ્રધાન નિરીક્ષણ કરશે તથા બે કરોડ જેટલા વાલીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનોને સંબોધન કરશે, રાજયના ૩૩ જિલ્લાઓમાં તથા સાત મ.ન.પા.માં દરેક જગ્‍યાએ એક એક સ્‍થળે સામુહિક કાર્યક્રમ આ કાર્યક્રમ નિહાળવાનો રખાયો છે. સાંજે ૬ વાગ્‍યે જોડવા શિક્ષણ વિભાગે જણાવ્‍યું છે.

(12:45 pm IST)